જુલાઈ 2022 વિદ્યાસહાયક અરસ પરસ બદલી માટે માત્ર અરજી માર્ચ - 2027માં કરવાની મંજૂરી

19

Let’s get to 25 signatures!
Petitions with 1,000+ supporters are 5x more likely to win!

The Issue

તારીખ : 30/07/2026

પ્રતિ શ્રી, 

પ્રમુખ/મહામંત્રી

પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત

 વિષય – પ્રાથમિક શિક્ષક ભરતી જુલાઈ- 2022 માટેના વિદ્યાસહાયકોને અરસ પરસ બદલી માટે માત્ર અરજી માર્ચ - 2027માં કરવાની મંજૂરી મેળવવાં માટે રજૂઆત કરવા બાબત.

સાદર નમસ્કાર,

જયહિન્દ સહ ઉપરોક્ત વિષય અન્વયે આપ શ્રીને જણાવવાનું કે હાલ વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતાં જુલાઈ – 2022 ભરતીના શિક્ષકોની અરસ પરસ બદલી માટે આવશ્યક 5 વર્ષના સમયગાળાની મર્યાદા જુલાઈ – 2027 માં પૂરી થશે. શિક્ષણ વિભાગના અરસ પરસ બદલીના નિયમો મુજબ દર વર્ષ ની જેમ માર્ચ 2027 અરસ પરસ બદલી ની અરજી કરવા માટે આ શિક્ષકોની લાયકાતમાં માત્ર 3 મહિના નો અંતરાલ છે. જેથી અમે વિદ્યાસહાયકો તરફથી આપને વિનંતી સહ નમ્ર અરજ છે કે માર્ચ – 2027 માં અરસ પરસ બદલી માટે માત્ર અરજી કરવા દેવામાં આવે અને બદલીના નિયમાનુસારની 5 વર્ષની સમયમર્યાદા પૂર્ણ થતાં બદલીની નિમણૂક જુલાઈ 2027 માં જ આપવામાં આવે જેથી અમે ઝડપથી પોતાના વતનનો લાભ લઈ શકીએ અને અમારી કાર્યક્ષમતામાં પણ વધારો થાય. આ બાબતે પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાત રાજય લેખિત રજૂઆત કરી શિક્ષણ વિભાગ સાથે ચર્ચા કરી ઝડપથી વિદ્યાસહાયકોને ન્યાય અપાવશો તેવી નમ્ર વિનંતી.  

લિ. સહકારની અપેક્ષા સહ.

વિદ્યાસહાયક ભરતી જુલાઈ - 2022

avatar of the starter
Shreya PatelPetition Starterવિદ્યાસહાયક જુલાઈ 2022 ભરતી

Petition Updates