રખડતા પશુ ની સમસ્યા નો કાયમી અને યોગ્ય નિરાકરણ લાવવા બાબત

The Issue

માનનીય સાહેબ શ્રી,

જામનગર શહેરમાં લગભગ દરેક મુખ્ય ચોક મુખ્ય રસ્તાઓ અને નાની-મોટી ગલીઓમાં રખડતા ,ભટકતા , ગંદકી ફેલાવતા અને ટ્રાફિકને અડચણરૂપ થતા પશુ ની સમસ્યા ત્રાસદાયક બની રહી છે. તેમાંય પશુ અને ખૂંટિયા વચ્ચે ની ફાઇટ અને ભડકીને ભાગતા પશુ ના લીધે અનેક લોકોને ઇજા પહોંચવાના બનાવો વધી રહ્યા છે , કેટલાક કિસ્સામાં ગંભીર ઇજા અને માનવ જીવનનો ભોગ પણ લેવાયો છે. 

આપજો શહેરમાં અલગ અલગ વિસ્તાર માં  જાત નિરીક્ષણ કરશો તો આપને પરિસ્થિતિની ગંભીરતા સમજાશે અને સમસ્યા નો સાચો ખ્યાલ આવશે. 

રખડતા પશુ ને પકડીને શા માટે પાંજરાપોળ મોકલવામાં નથી આવતા ?  અને જે પશુપાલકો ઢોરને રખડતા મૂકી દે છે એમની સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવી રહી ? 

મહાનગરપાલિકાના પશુ વિભાગ દ્વારા શું અને કેટલીક કામગીરી થઈ એ અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સામે શા માટે કોઈ પગલા લેવાયા નથી? 

પશુ વિભાગ દ્વારા પશુ ને પકડવા ના મુદ્દે, પકડ્યા પછી વાહન માં અન્યત્ર મોકલવા ના મુદ્દે, પશુ ના ડબ્બા માં ઘાસ, પાણી વગેરે ના મુદ્દે ખૂબ મોટા પાયા પર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની લોક ચર્ચા ને સમર્થન મળી રહ્યું છે.

જામનગર શહેર માંથી પશુ ને પકડી અંદાજે ૭૫૦૦ રૂપિયા પ્રત્યેક પશુ દીઠ અમદાવાદ કોઈ પાંજરાપોળ માં મોકલવા માટે ખર્ચો કરવામાં આવે છે તો જામનગર ની પોતાની પાંજરાપોળ કેમ નહિ ?

આ સાથે આપને શહેરની પશુ માટેની સમસ્યા નો કાયમી અને સંતોષકારક ઉકેલ આવે એવા ત્વરિત પગલાં ભરવા એવી અમારી ખાસ રજૂઆત છે. જો આ સમસ્યા સામે તંત્ર હજી પણ મૌન બનીને ,નિષ્ક્રિય થઈ અને આંખે પાટા બાંધીને બેઠું રહેશે તો શહેરીજનોના જીવ પર હમેશાં જોખમ રેહશે.

આપના ત્વરિત ,હકારાત્મક અને કડક પગલા ની અપેક્ષા સાથે..

avatar of the starter
Shetal ShethPetition Starter
This petition had 1,896 supporters

The Decision Makers

મ્યુનિસિપલ કમિશનર
મ્યુનિસિપલ કમિશનર
જામનગર મહાનગર પાલિકા
જામનગર મહાનગર પાલિકા

Petition Updates