Message aux signatairesસુરત મહાનગરપાલિકા ના કોર્પોરેટરોને નાગરિકો ની ફરિયાદોના ઓનલાઈન પોર્ટલમાં સામેલ કરીએ.

સુરત માત્ર 'ડાયમંડ-ટેક્ષ્ટાઈલ હબ' નથી, શહેરના નાગરિકો એકતરફી વિકાસ નહીં, સુખી-સ્વસ્થ જીવન ઝંખે છે.

RAYOMAN SORABJI ILAVIASurat, Inde
2 mai 2026

https://c.org/jsFwWTxgQ5

 

આધુનિક સુરતનો સામાજિક અને રાજકીય જનાદેશ (૨૦૨૬)

આ અહેવાલ ૨૦૨૬ની મ્યુનિસિપલ ચૂંટણીઓ પછી સુરતના શાસન અને નાગરિકોની અપેક્ષાઓમાં આવેલા પરિવર્તનને રેખાંકિત કરે છે, જેમાં ભાજપે ૧૨૦માંથી ૧૧૫ બેઠકો મેળવીને અભૂતપૂર્વ બહુમતી પ્રાપ્ત કરી છે. સત્તાનું આ કેન્દ્રીકરણ ઔદ્યોગિક વિકાસથી આગળ વધીને હવે જવાબદારી, પર્યાવરણીય સુધારણા અને સમાન માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

 
૧. રાજકીય દ્રશ્ય અને જવાબદારી :-


પરંપરાગત વિપક્ષ (AAP અને કોંગ્રેસ પાસે માત્ર ૫ બેઠકો) ના નબળા પડવાથી શાસક ભારતીય જનતા પક્ષ પર "આંતરિક શુદ્ધિ" અને સ્વયં જવાબદારીનો મોટો ભાર આવ્યો છે.

જનાદેશ: મતદારો અપેક્ષા રાખે છે કે કોર્પોરેટરો માત્ર રાજકીય નેતા બનીને ન રહેતા, તેમના વોર્ડના સક્રિય મેનેજર તરીકે કામ કરે.


પ્રામાણિકતાની માંગ:

નાગરિકો ૯૦ના દાયકાના "રાવ સાહેબ" (એસ.આર. રાવ) ના યુગ જેવી શાસન વ્યવસ્થા ઈચ્છે છે, જેમાં વહીવટી તત્પરતા અને જાહેર સંપત્તિની જાળવણીમાં કડકતા હોય.


૨. પર્યાવરણીય કટોકટી:

"કોંક્રિટનું જંગલ"
ઝડપી શહેરીકરણને કારણે બાંધકામ ક્ષેત્ર ત્રણ ગણું વધ્યું છે જ્યારે હરિયાળી ઘટીને અડધી થઈ ગઈ છે, જેનાથી અર્બન હીટ આઈલેન્ડ (UHI) ની અસરો વધી છે.

ગરમીનો પ્રકોપ:

૨૦૨૬ના ઉનાળામાં તાપમાન ૪૦°C થી ૪૩°C સુધી પહોંચ્યું હતું.


વૃક્ષારોપણની માંગ:

 નાગરિકો શહેરને ૪ થી ૫ ડિગ્રી ઠંડુ રાખવા માટે ૪૦% ગ્રીન કવરની માંગ કરી રહ્યા છે.


ગ્રીન પહેલ:

જોકે SMC એ રિન્યુએબલ એનર્જી માટે ₹૨૦૦ કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડ્યા છે, પરંતુ લોકો સોસાયટી અને જુના સુરતના વોર્ડ લેવલ પર રહેણાંક શેરીઓમાં વૃક્ષો વાવવાની પ્રાથમિકતા આપી રહ્યા છે.
 
૩. માળખાગત અસમાનતા અને ટ્રાફિક
અહેવાલમાં "અસમપ્રમાણ વિકાસ" (Asymmetrical Expansion) જોવા મળ્યો છે, જ્યાં વેસુ અને અડાજણ જેવા નવા વિસ્તારોમાં વિકાસ ઝડપી છે, જ્યારે કોટ વિસ્તાર (Walled City) સુવિધાઓમાં પાછળ રહી રહ્યો છે.

       નાગરિકોને ચાલવા માટે બનાવેલ તમામ ફૂટપાથો ઉપર દબાણો છે. ફૂટપાથો અને રસ્તાઓ કપડાં, શૂઝ, ફ્રુટ, એસેસરિઝનો વેપાર કરવા માટે નથી. વર્ષો પહેલાં કમિશનરશ્રી રાવ સાહેબે રાજમાર્ગની દુકાનો અને અસલ સુરતી નાગરિકોના રહેણાંક મકાનો કપાતમાં લઈ રાજમાર્ગ આ માટે પહોળો કર્યો ન હતો.

       રાજમાર્ગ અને જુના સુરતની શેરીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવે તેને કેટલાક દુકાનદારો દ્વારા પોતાના વેપારના સ્વાર્થ માટે નુકશાન પહોંચાડી વૃક્ષો મોટા થવામાં અડચણો ઊભી કરતા હોય તો સરકાર કાયદેસર કાર્યવાહી હાથ ધરી શકે છે. 

      મહાનુભાવોના આગમન સમયે જો અસંખ્ય પોલીસો અને ટ્રાફિક બ્રિગેડ જવાનો બંદોબસ્તમાં દેખાતા હોય તો રાજમાર્ગ અને શહેરના અન્ય રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર સરળતાથી ચાલે તે માટે કેમ ટ્રાફિક જવાનો મૂકવામાં આવતા નથી?

       ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સુરત શહેરને પુરસ્કાર એનાયત થયો છે તે ખુશીની વાત છે. પરંતુ શહેરના આંતરિક રસ્તાઓ ઉપર ઠલવાતા કચરાના ન્યુસન્સ સ્પોટ ઉપર ફકત પુરસ્કાર માટેના કેન્દ્રીય નિરીક્ષણ સમયે જ લક્ષ આપવું? SMC ના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને સક્રિય બનાવી, કચરો ફેંકતા નાગરિકો સામે દંડનીય કાર્યવાહી કરી તેઓને અટકાવવામાં કેમ આવતા નથી?

      રોડ સેફ્ટી માટેની મીટીંગો યોજાતી હશે, પરંતુ શહેરના કેટલાયે જોખમી રસ્તાઓ, સર્કલ ઉપર SMC ની બેદરકારીને લીધે ગંભીર અકસ્માતોમાં નાગરિકો ઈજાગ્રસ્ત થાય છે અથવા અવસાન પામે છે. નાગરિકો દ્વારા ફરિયાદો કરવા છતાં એક વર્ષ સુધી તો અધિકારી/કર્મચારીઓના પેટનું પાણી પણ હલતું નથી. આ રોબોટ માઈન્ડ સેટ શિક્ષાત્મક કાર્યવાહી દ્વારા સુધારાશે?


નાગરિકોની માંગ:-

નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળે.

સ્વચ્છતાના મુદ્દે કોઈ સમાધાન ન થાય.

પદયાત્રીઓ માટે સુરક્ષિત રસ્તા અને ફૂટપાથ. 

વાહન ચાલકો ની સલામતી માટે રોડ સેફ્ટીનો અમલ ફકત મિટિંગોમાં નહિ પરંતુ રોડ રસ્તા ઉપર કરવામાં આવે.

શહેર વિસ્તૃતિકરણ ઉપર કાયમી પ્રતિબંધ,
"કોંક્રિટ જંગલ" ના વિસ્તાર પર અંકુશ અને સ્થળાંતરિતોના ધસારાનું નિયમન.


૪. સુરક્ષા અને પદયાત્રીઓના અધિકાર
SMC ના ટ્રાફિક સેલની વહીવટી નિષ્કાળજી અંગે કડક ટીકા થઈ રહી છે:

રોડ સેફ્ટી: મેટ્રોના કામને કારણે પડતા ભૂવાઓ અને ખરાબ રોડ ડિવાઈડર.
પદયાત્રીઓનું સાર્વભૌમત્વ: ફૂટપાથ પરના દબાણો હટાવવાની અને વડીલો-બાળકો માટે રસ્તા સુરક્ષિત કરવાની માંગ.


જાહેર બગીચા: બગીચાઓમાં અધૂરી સુવિધાઓ અને નબળી જાળવણીને કારણે થતા અકસ્માતો અંગે રોષ. બગીચાઓની જાળવણી કરવી.
 
૫. સામાજિક-સાંસ્કૃતિક ઓળખ: "મજ્જાની લાઈફ" - અસલ સુરતીઓ તેઓના આનંદી સ્વભાવ માટે જાણીતા છે અને તે કારણથી કોઈપણ આપત્તિમાંથી ઝડપથી ઊભા થઈ તેઓ ફરી સુરતને ગતિવંત કરી શકે છે.
       પરંતુ અતિશય પ્રદૂષણ અને ઉદ્યોગોના અંધાધૂંધ વિસ્તાર વચ્ચે નાગરિકો હવે ગુણવત્તાયુક્ત જીવન, આરોગ્ય અને સુરક્ષાને પોતાના મૂળભૂત અધિકાર માને છે.

      ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરી, સુરત મહાનગર પાલિકામાં શાસન સુપ્રત કરનાર સુરતના સુજ્ઞ નાગરિકો શાસકોને હવે એક જ લાઈનમાં આદેશ આપી રહ્યા છે.

"સુરત શહેર માત્ર 'ડાયમંડ હબ' અને 'ટેક્ષ્ટાઈલ હબ' નથી, આ શહેરમાં લાખો નાગરિકો પણ વસે છે અને તેઓ સ્વસ્થ જીવન માટેની મૂળભૂત સુવિધાઓના હક્કદાર છે."

Soutenir maintenant
Signez cette pétition
Copier le lien
Facebook
WhatsApp
X
E-mail