સુરત મહાનગરપાલિકા ના કોર્પોરેટરોને નાગરિકો ની ફરિયાદોના ઓનલાઈન પોર્ટલમાં સામેલ કરીએ.

The Issue
આજરોજ તા.૨૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓની સામાન્ય ચુંટણી યોજાઈ રહી છે. જે સાથે સુરત મહાનગરપાલિકામાં પણ નાગરિકો તેઓના નગર સેવકો (કોર્પોરેટરો) ને લોકશાહી ઢબે પસંદ કરવા માટેના - વિશ્વના સૌથી વિશાળ લોકતંત્ર ભારતના મહાપર્વ - સામાન્ય ચુંટણીમાં મતદાન કરી તેઓની નાગરિકો તરીકેની ફરજ બજાવી રહ્યા છે અને લોકશાહીમાં નાગરિકોને મળેલ અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
સુરતના સુજ્ઞ નાગરિકો ની હંમેશ એક ફરિયાદ હોય છે કે તેમના વિસ્તારના નગરસેવકો એટલે કે કોર્પોરેટરો કોણ છે તે તેઓને ખબર જ હોતી નથી અને કોર્પોરેટર તરીકેના શપથ લીધા પછી પાંચ વર્ષ સુધી કોઈ કોર્પોરેટર નાગરિકોને મળવા આવતા નથી કે તેઓની સુરત શહેરની નાગરિક લક્ષી સમસ્યાઓના નિવારણ માટે સામે ચાલીને સહકાર આપવા આગળ આવતા નથી.
કોર્પોરેટરો તેઓના વિસ્તારોના બિસ્માર રસ્તા, સ્વચ્છતા, પાણી, પર્યાવરણ, આરોગ્ય જેવી સમસ્યાઓનું અવલોકન કરતા રહી, ભારતમાં નામદાર સર્વોચ્ચ અદાલત જેમ કોઈક પ્રશ્ન અંગે સ્યુમોટો ચુકાદો આપે છે તે રીતે સુરતના નગર સેવકો પણ પાંચ વર્ષ સુધી સક્રિય રહી ફરજ બજાવે તેવી લાગણી સુરતના નાગરિકો વ્યક્ત કરે છે અને તે તેઓનો લોકતંત્રમાં નૈતિક અધિકાર છે.
સુરત મહાનગર પાલિકાના ઓનલાઈન ફરિયાદ નિવારણના પોર્ટલ ઉપર કોઈપણ નાગરિક રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ કે અન્ય ફરિયાદ નોંધાવે એટલે તે ફરિયાદ સુરત શહેરના જે તે ઝોનના સંબધિત અધિકારી / કર્મચારી પાસે ઓનલાઈન પહોંચે છે. પરંતુ આ ઓનલાઈન પોર્ટલમાં નગર સેવકની કોઈ ભૂમિકા નક્કી કરાયેલ નથી. જેના કારણે નાગરિકોને તેઓના વોર્ડના કોર્પોરેટર કોણ છે તે ખબર પડતી નથી અને કોર્પોરેટરોને તેઓના વોર્ડની ફરિયાદો વિશે કોઈ માહિતી હોતી નથી.
સામાન્ય ચુંટણી ૨૦૨૬ માં સુરત મહાનગર પાલિકા માં જે કોર્પોરેટરો ચૂંટાઈને આવે તેઓને સુરત મહાનગર પાલિકા ના ઓનલાઈન ફરિયાદ નિવારણ પોર્ટલ માં સામેલ કરવામાં આવે અને કોઈપણ નાગરિક ફરિયાદ ઓનલાઈન નોંધે એટલે જે તે ઝોન/વોર્ડના અધિકારી / કર્મચારીને ટેગ કરાય તેની સાથે સાથે સંબધિત વોર્ડના તમામ કોર્પોરેટરો અને સંબંધિત વિભાગ જેમ કે પાણી, સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા ફૂટપાથ, ટ્રાફિક, મિલકત વેરા, શહેરી વિકાસ જેવી જુદી જુદી સમિતિના નોડલ અધિકારી ને પણ સબંધિત ફરિયાદ કોર્પોરેટરના નામ, ફોન નંબર જેવી વિગતો ફરિયાદીને મળી રહે તે રીતે ટેગ કરવામાં આવે તો, અધિકારી/કર્મચારી ની સાથે સાથે કોર્પોરેટર પણ નાગરિકોની ફરિયાદો પરત્વે જવાબદાર બને અને સક્રિય રહી ફરિયાદના ઝડપી, સકારાત્મક નિવારણમાં પોતાની ફરજ બજાવી નાગરિકોને સહાય ભૂત થઈ શકે તેવી સુરત શહેરના સુજ્ઞ નાગરિકોની લાગણી અને માંગણી છે.
નાગરિકોની ફરિયાદ નિયત સમયમાં નિવારણ ન આવે તો ઉપલા અધિકારી પાસે પહોંચે છે તે રીતે તે ફરિયાદ કોર્પોરેટરની સાથે સાથે સુરત મહાનગર પાલિકાના મેયરશ્રી, ડેપ્યુટી મેયર શ્રી, સ્થાયી સમિતિ, પાણી સમિતિ, રોડ રસ્તા સમિતિ પૈકી જે સમિતિને લગતી ફરિયાદ હોય તે સબંધિત સમિતીના ચેરમેન પાસે પણ પહોંચે તેવી વ્યવસ્થા અત્યંત આવશ્યક છે. જેથી નાગરિકોની ફરિયાદો બિનજરૂરી વિલંબ વિના નિવારણ થાય અને Noted, Filed, concerned officers have been instructed જેવા વચગાળાની નોંધ લખી, કામગીરી પૂર્ણ કર્યા વિના કે સમસ્યાનું નિરાકરણ લાવ્યા વિના ફરિયાદ ફાઈલ કરી દેતા અધિકારી / ક્રમચાર ઉપર નિયંત્રણ પ્રસ્થાપિત કરી, સુરત શહેરના સુજ્ઞ નાગરિકોની સુરક્ષા, સુખાકારી, સ્વચ્છતા, આરોગ્ય, શુદ્ધ પાણી જેવી સુરત મહાનગર પાલિકાની સેવા સુવિધાઓનું ધોરણ બગડતા અટકાવી, શ્રેષ્ઠતમ મહાનગર પાલિકા માટે સુરત શહેરને કેન્દ્ર / રાજ્ય સરકાર તરફથી મળેલ પુરસ્કારોની યથાર્થતા અને પ્રમાણિતતા નો સ્માર્ટ સીટી - સ્વચ્છ અને સ્વસ્થ સુરત શહેરના સુજ્ઞ નાગરિકો સ્વયં અનુભવ કરી શકે અને તે અંગે સુરતી નાગરિકો તરીકે ગર્વ લઈ શકે.
સુરત શહેરના નાગરિકો આ change પ્લેટફોર્મ મારફત, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી, શહેરી વિકાસ વિભાગના માનનીય મંત્રીશ્રી અને સુરત મહાનગર પાલિકાના કમિશનરશ્રી ને એક વિનંતી કરી રહ્યા છે કે સુરત મહાનગર પાલિકાના ઓનલાઈન ફરિયાદ નિવારણ પોર્ટલમાં સુરતના વોર્ડ વાઈઝ ચૂંટાઈને આવે તે તમામ કોર્પોરેટરો ના નામ, ફોન નંબર, રહેઠાણનું સરનામું અને ઈ. મેઈલ ID જેવી તમામ વિગતો સાથે સામેલ કરી તેઓની સુરત શહેરના નાગરિકોની સમસ્યા, સુખાકારી અને સલામતી પ્રતિ જવાબદારીમાં સામેલ થઈ, તેઓ જે કામો માટે નગર સેવકો બન્યા છે તે કામો પ્રતિ તેઓનું યોગદાન આપી શકે.
સુરત મહાનગર પાલિકામાં સફળ અમલીકરણ આધારે રાજ્ય સરકારશ્રી અન્ય તમામ મહાનગર / નગર પાલિકાઓ, પંચાયતોમાં પણ નગર સેવકો અને પંચાયત સભ્યો / હોદ્દેદારો ને નાગરિકોની સેવાના મહાયજ્ઞમાં સક્રિય ફરજમાં જોડી શકાય.
લિ. અમો ઓનલાઈન પીટીશન ઉપર વિનંતી કરતા સુરત શહેરના સુજ્ઞ નાગરિકો.

13

The Decision Makers
Petition Updates
Share this petition
Petition created on 26 April 2026