Atualização do abaixo-assinadoPetition Against the Closure of Main Entry/Exit Road to Tandalja near Rajvee Towerરાજવી ટાવર એન્ટ્રી જેવી સફળ યાત્રા પછી હવે કલાલી
Tandalja Development Council (TDC)Vadodara, Índia
7 de abr. de 2025

માનનીય કમિશનરશ્રી,

તમારા “ટ્રાફિક મેનેજમેન્ટ” માટે જે રીતે તમે તાંદલજાના રાજવી ટાવર તરફ જતાં માર્ગને બંધ કર્યો – એ જોઈને આખા શહેરના લોકો તમારું વખાણ કરતા નથી થાકતા! ખુબ જ ક્રાંતિકારી પગલાં છે.

એજ લોજિક અનુસરીને હવે તો વિનંતી છે કે કલાલી બ્રિજ પણ બંધ કરી દો.

આજે ફરી એક વખત કલાલી બ્રિજ પર એક નિર્દોષ માણસનો જીવ ગયો.

60 વર્ષના રફિકભાઈ પઠાણને એક બેકાબૂ ડમ્પરે ટક્કર મારી અને તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું. ચાલક ફરાર થયો – હંમેશાની જેમ.

કલાલી બ્રિજ હવે અકસ્માત માટે જાણીતું બની ગયું છે – પણ ત્યાં ન તો કોઈ બેરિકેડ છે, ન ચેકિંગ, ન ટ્રાફિક પોલીસ. કદાચ તમને “જેટલું વધુ ખતરનાક, એટલું વધુ ખુલ્લું રાખવું” તેવો કોઈ નવો નિયમ પસંદ હોય?

તેથી અમારી નમ્ર અને ગંભીર વિનંતી છે કે –

તમે જેમ રાજવી ટાવર તરફ જવાનું રસ્તો બંધ કરી દીધો, તેમ હવે કલાલી બ્રિજ પણ બંધ કરી દો.

કદાચ પછી કોઇનો જીવ બચી શકે.

અથવા તો તમે સીધું એવું સિસ્ટમ લગાવી દો કે જ્યાં લોકો સીધા ઘરથી સ્મશાન પહોંચી જાય – કોઈ ટ્રાફિક કે અકસ્માતની ઝંઝટ જ નહીં.

આશા છે કે તમારી આગામી "માસ્ટર પ્લાનિંગ" માટે આ સૂચન ઉપયોગી રહેશે.

વિનમ્ર,

એક ચિંતિત અને થોડી ખટાસવાળું નાગરિક

વડોદરા

Copiar link
WhatsApp
Facebook
Nextdoor
E-mail
X