Actualización de la peticiónImmediate Activation of CNAP to Stop Digital Fraud & Ensure Citizen Safety.ભારતના નાગરિકોના મોબાઈલ ફોનમાં કોલર નેમ પબ્લિકેશન CNAP માટે ટેલિકોમ કંપનીઓની ગુનાહિત બેદરકારી કેમ?
RAYOMAN SORABJI ILAVIASurat, India
20 abr 2026

 https://youtu.be/cvxkYJLOqoA?si=S8r_LNoJ-qgw1Xe0 

ભારતના નાગરિકોની સુરક્ષા સંબંધિત કોલર નેમ પબ્લિકેશન CNAP દરેક મોબાઈલ ફોનમાં લાગુ કરવામાં જીયો, એરટેલ, વોડાફોન, બી.એસ.એન.એલ. અને અન્ય બહોળો નફો કરતી ટેલિકોમ કંપનીઓની નિષ્ફળતા પર TRAI - ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી  #TelecomRegulatoryAuthorityofIndia અને ભારત સરકારનું સંચાર મંત્રાલય #Ministry of Communications શા માટે મૌન છે?            બે વર્ષથી જેની જાહેરાત કરવામાં આવી હતી અને તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ ની સમય મર્યાદા અગાઉથી પૂરતો સમય આપવા છતાં ટેલિકોમ કંપનીઓની ગુનાહિત બેદરકારી, નફો કમાવા માત્રની પોલીસી અને નાગરિકોની સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દા પરત્વે ઉદાસીનતા ભારત સરકાર શા માટે ચલાવી લે છે? ટેલિકોમ કંપનીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી, તાત્કાલિક કોલર નેમ પબ્લીકેશન દરેક મોબાઈલ ફોન ઉપર શરૂ કરાવી શકે તેવી વિશાળ સત્તા ભારત સરકાર પાસે છે. આવશ્યકતા જણાયે ટેલિકોમ કંપનીઓ ના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને પણ સરકારે ભારતના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.

       આ સાથે આપેલ ચિત્ર અને યુટ્યુબ વિડિયોમાં સાયબર ફ્રોડના શિકાર બનેલ નિર્દોષ નાગરિકોની વ્યથા સરળ ભાષામાં દર્શાવી છે અને તેની ગંભીરતા સમજી શકવા છતાં સરકારની ટેલિકોમ કંપનીઓ ની ગુનાહિત બેદરકારીઓ સામે ધારણ કરેલ મૌન અને સમાધાનકારી વલણ આશ્ર્ચર્ય જન્માવે છે.

      ભારતના નાગરિકોએ તેમનું ઓળખ કાર્ડ #Aadhaar પ્રદાન કરીને, સીમ કાર્ડ ખરીદતી વખતે આધાર કાર્ડ લિંક કરવાની પરવાનગી આપી તેમની ફરજ પૂરી કરી છે, હવે તેઓ ડિજિટલ સુરક્ષાના તેમના મૂળભૂત અધિકારની માંગ ભારત સરકાર સમક્ષ કરી રહ્યા છે.

       નાગરિકોની આ પબ્લિક પીટીશન માં દર્શાવેલ તેઓની વ્યથા નામદાર ભારત સરકારનું સંચાર મંત્રાલય ધ્યાન આપીને સાંભળે અને દેશના તમામ ટેલિકોમ પ્રોવાઈડર પ્લેટફોર્મ ઉપર કોલર નેમ પબ્લિકેશન તાત્કાલિક અસરથી શરૂ કરાવે તેવી વિનંતી સહ.

Copiar enlace
WhatsApp
Facebook
X
Email