署名活動についてのお知らせEmpower Mumbai senior citizen Parsis who live alone through TATA's Goodfellows.

મુંબઇમાં એકલા રહેતા વરિષ્ઠ પારસી નાગરિકોને ટાટા સમર્થિત ગુડ ફેલો સાથે જોડવામાં આવે.

RAYOMAN SORABJI ILAVIASurat, インド
2022/08/22

    યુવાન સ્નાતકો અને વરિષ્ઠ નાગરિકો વચ્ચે પરિપૂર્ણ મિત્રતાનું પાલન-પોષણ કરીને એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોને અર્થપૂર્ણ સાહચર્ય પ્રદાન કરવાના હેતુથી ફેલોશિપ ના માધ્યમથી ટાટા સન્સના ચેરમેન એમેરિટસ. રતન ટાટા દ્વારા 15મી ઓગસ્ટ, 2022ના રોજ મુંબઈમાં ગુડફેલો સ્ટાર્ટ-અપ શરૂ કરવામાં આવ્યું છે.

     ફેલોને યુવા સાથી તરીકે વરિષ્ઠ નાગરિકો સાથે જોડવા અને દાદા-દાદી અને પૌત્ર-પૌત્રો વચ્ચેના બંધનને ફરીથી સુદઢ બનાવવા માટે રચાયેલ, ગુડફેલો વરિષ્ઠ નાગરિક માટે પોતાના સગા પૌત્ર કે પૌત્રી જે કંઈ મદદ કરતા હોય તે બધી જ મદદ કરશે. પછી ભલે તે કરિયાણાની ખરીદી માટે વરિષ્ઠોની સાથે જવાનું હોય કે ડૉક્ટરને ત્યાં લઈ જવાના હોય, આઉટિંગ અને વોક માટે સાથે જવાનું હોય, તેમને વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવું હોય, અથવા ચા પર વાતચીત શેર કરવી હોય, ગુડફેલો આ બધા માટે હાજર છે.

      ગુડફેલોએ પાછલા છ મહિનામાં સફળતાપૂર્વક "પ્રાયોગિક તબક્કો" પૂર્ણ કર્યો છે, જેમાં 20 સાવધાનીપૂર્વક તપાસેલ યુવા ફેલોને બોર્ડમાં લીધા છે અને મુંબઈના વરિષ્ઠ નાગરિકો સાથે તેઓને જોડી પ્રોજેક્ટના ઉમદા હેતુ અને તેની વિશ્વસનીયતા ચકાસી છે. આગામી થોડા મહિનામાં, ગુડફેલો પ્રોજેક્ટને મુંબઈની અંદર અને પુણે, ચેન્નાઈ અને બેંગ્લોરમાં વિસ્તારવાની યોજના ધરાવે છે.

     પારસી વૃદ્ધો અંગે ઉપલબ્ધ ડેટા 2001ની વસ્તી ગણતરી મુજબ વૃદ્ધોની વસ્તીમાં સતત વધારો દર્શાવે છે. પારસી વૃદ્ધોની વસ્તી (65 વર્ષથી ઉપર) 31% હતી. તેથી, 70 વર્ષથી વધુ વયના વૃદ્ધો માટેનો અંદાજ કુલ પારસી વસ્તીના ઓછામાં ઓછા 25% થી 27% હોઈ શકે છે. પારસી સમુદાયમાં વસ્તીના તીવ્ર ઘટાડા માટે વિલંબિત લગ્ન અથવા પતિ પત્નીના સામાજિક સંબંધમાં જોડાવા પરત્વે કેટલાક વ્યક્તિગત અથવા કૌટુંબિક નકારાત્મક વલણો  તેમજ સ્વૈચ્છિક અને અનૈચ્છિક નિઃસંતાનતા એ એક મહત્વપૂર્ણ પરિબળ છે. બિન-પારસીઓની સરખામણીમાં અપરિણીત પારસી સ્ત્રી અને પુરૂષોની ટકાવારી નોંધપાત્ર રીતે વધારે છે.

     ભારત સરકારે લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર 2013માં જિયો પારસી યોજના ઘડી હતી જે યોજના હાલ પણ અમલમાં જ છે. પારસી સમુદાયમાં વડીલોના ખૂબ મોટા પ્રમાણને જોતા, ભારત સરકારે જિયો પારસી યોજનામાં "વૃદ્ધ સંભાળ" ઘટક ઉમેર્યું છે. જિયો પારસી સંસ્થાને જિયો પારસી યોજનાના ત્રણેય ઘટકો માટે ભારત સરકાર તરફથી ગ્રાન્ટ-ઇન-એઇડ મળી રહી છે. (1) યોજનાનો પ્રચાર પ્રસાર માહિતી (2) પારસી સમુદાયનું આરોગ્ય અને (3) જીયો પારસી યોજના હેઠળ દંપતિઓને તબીબી /. નાણાકીય સહાય.

     જિયો પારસી સંસ્થા પારસી સમુદાયમાં દરેક વૃદ્ધ વ્યક્તિની જરૂરિયાતની દેખરેખ કરવામાં સક્ષમ નથી. હવે જ્યારે રતન ટાટાની ઓફિસમાં જનરલ મેનેજર તરીકે નિયુક્ત શ્રી શાંતનુ નાયડુ દ્વારા સ્થપાયેલ, ગુડફેલો સ્ટાર્ટ-અપને ટાટા ગ્રુપના ચેરમેન એમેરીટ્સ રતન ટાટા દ્વારા નાણાકીય સપોર્ટ આપી મુંબઈમાં કાર્યરત કરવામાં આવ્યું છે, ત્યારે આપણા પારસી સમુદાયના લીડરો અને ટ્રસ્ટીઓએ જોવું જોઈએ કે પારસી સમાજમાં એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોને તેમાં નોંધણી કરવામાં આવે અને તેઓને ગુડ ફેલો મારફત યોગ્ય સંભાળ અને આનંદિત વયસ્ક જીવનનો લાભ મળે.

     આ ઓનલાઈન પિટિશન અલ્પસંખ્યક બાબતોના માનનીય મંત્રી, જિયો પારસી સંગઠન અને બોમ્બે પારસી પંચાયત ટ્રસ્ટીઓને વિનંતી કરે છે કે તેઓ જિયો પારસી યોજનાના - "વૃદ્ધોની સંભાળ" માટે ભારત સરકાર દ્વારા રચાયેલ ખાસ ઘટકને ગુડફેલો સાથે જોડવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરે અને ફેલોને પારસી સમુદાયમાં મુંબઇમાં એકલા રહેતા વરિષ્ઠ નાગરિકો સાથે યુવા સાથી તરીકે જોડી તેઓને મદદરૂપ થાય.

   આભારી અને અભિલાષી.

 

声を届けよう
今すぐ賛同
リンクをコピー
Facebook
WhatsApp
X(旧:Twitter)
Eメール