Stop Gujarat’s deep-sea effluent pipeline Project.

Stop Gujarat’s deep-sea effluent pipeline Project.

ગુજરાત સરકારે રૂપિયા ૨૩૦૦ કરોડ ના ખર્ચે ડીપ સી એફ્લ્યુયન્ટ ડિસ્પોઝલ પ્રોજેકટ ને મંજૂરી આપી દીધી છે,આ પ્રોજેકટ રાજ્ય સરકાર મૂડીખર્ચના 70% થી 80% ભંડોળ સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડ હેઠળ આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે.આ પ્રોજેક્ટ અંતર્ગત જુદા જુદા જીલ્લા ની ઈન્ડસ્ટ્રીઝ માંથી એકત્રિત કરાયેલા કેમિકલયુકત પાણી ને એકત્ર કરીને સમુદ્રમાં છોડવામાં આવશે.
વિશ્વભરમાં કોવિડ થી થયેલ લોકડાઉન અને તાજેતરના વાવાઝોડા ને કારણે માછીમાર સમુદાય પહેલેથી જ આર્થિક સંકટમાં છે. હાલમાં દરિયાકિનારે અનેક ફેક્ટરીઓ સમુદ્રને પ્રદૂષિત કરી રહી છે.માછલીઓની ઘણી પ્રજાતિઓ લુપ્ત થવાની આરે છે. જો પ્રદૂષિત પાણી દરિયામાં છોડવામાં આવેશે તો માછીમાર અને દરીયાઇ જીવસૃષ્ટી ને ખુબજ નુકશાન કરશે.
સરકાર દ્વારા એવું કહેવામા આવી રહ્યું છે કે પોરબંદર ના દરીયામાં કેમીકલયુકત પ્રાણી નહીં પરંતુ પ્રોસેસ્ડ પાણી છોડવામાં આવશે ,જો આ પાણી ને શુદ્ધ કરી ને દરીયામાં નાખવામાં ને બદલે જે તે વિસ્તારમાં જ વાપરવામાં આવે તો આ પાણી ને સમુદ્ર માં નાખવાની જરુરીયાત જ ઊભી ના થાય અને જે લાખો લિટર પાણી નીકળે તેમનો સારી રીતે ઉપયોગ કરી શકાય.