કસાઈ ની િુકાન ની જમે શબઘરમાં સારિાર કરિાનું બંિ કરો

0 have signed. Let’s get to 50,000!


12 મી એપ્રિલ 2017 , અમારા બધા માટે ખુબજ દુખનો દિવસ , અમારો ડ્રાઇવર મનોજ સાલવે ઉમર વર્ષ ૪૨  બે નાના બાળકો નો પિતા સેપ્ટિ સેમિયા  થવાથી મુંબઈ ની સેંટ જ્યોર્જ હોસ્પિટલ માં ઈલાજ માટે દાખલ કર્યા પછી ૨૪ કલાક ની અંદર જ અચાનક મૃત્યુથઈ ગયું .

                   જ્યારે અમે પહોચ્યા અમને કહ્યું શબઘર માં જઈપોર્સ્ટ્મોર્ટમ ની વિગત જાણી  લાવો . શબઘર હોસ્પિટલ ની પાછળ ધોબીઘાટ અને સ્ટાફ ક્વાટર્સ ની બાજુ માં અને તૂટેલા  છાપરાની નીચે હતું . જ્યારે અમે ત્યાં ગયા  તો તે રુમ માં હવા અને ઉજાસ એકદમ ઓછા હતા . ત્યાં એક માણસ આવ્યો જે પરસેવા થી રેબજેબ હતો . તે તેનો પહેરવેશ ફાટેલો શર્ટ અને અડધી લુંગી ઉપર કરી ને આવ્યો તેને મે પૂછ્યું પોર્સ્ત્મોર્ટમ નો રિપોર્ટ તેને ઊચા અવાજે જવાબ આપ્યો. “ ભેજ દિયા હે “ આવી પરિસ્થિતી        જોઈ   મારા મન માં ઉચાટ અને હદય માં દુખ સાથે હું ત્યાથી તરત જ નિકળી ગયો.

ગરીબો માટે ની સૌથી મોટી હોસ્પિટલ સેંટ જ્યોર્જ હોપસ્પિટલ  પણ આ બધુ જોઈને એમ લાગે  સરકારે હવે જાગવું જોઈએ . એ ગરીબ માણસો માટેની હોસ્ટપિટલ માં સ્વછતા નું સ્તર એક દમ નીચું છે . મુળભૂત સુવિધા નું સ્તર પણ નીચું છે . પોસ્ટમોર્ટમ ના ખાતે પણ આખ ઊઘડે સરકાર ની . ઘણા વર્ષો જૂની હોસ્પિટલ પણ સબ રાખવાની જ્ગ્યા નથી  ૨૦ શબ જ ત્યાં રખી શકાય છે .આ વર્ષે ૨૦૧૮ માં પણ      ત્યાં પરિસ્થિતી નો કોઈ સુધારો કે બદલાવ    આવ્યો નથી . ત્યાં ની સ્થિતિ બહુ જ દયા જનક છે કોઈ ના પણ મૃત્યુને પ્રેમ કે આદર મળે એજ બધા ને જોઈએ છે .

આપણાં આરોગ્યમંત્રી તત્વરે આના સુધારા માટે પગલાં  લે    તો સારું

                                                          લી . એક્ટીવ્સ્ટ (માય ડ્રીમ કોલાબા)