SONGADH BACHAO
SONGADH BACHAO
Why this petition matters
પ્રતિશ્રી,
જોઈન્ટ ચેરિટી કમિશનર સાહેબ સમક્ષ ,
પ્રભુદાસ તળાવ , કૃષ્ણ નગર , ભાવનગર , ગુજરાત
બાબત - શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ , સોનગઢ ના સ્કીમ સુધારા અન્વયે વાંધાઓ
રેફરેંસ: 1. આપ સાહેબ સમક્ષ સ્કીમ સુધારા અરજી ક્રમાંક - 03/2021
2. તા. 21/01/22 ના ન્યૂઝ પેપર માં સ્કીમ સુધારા અન્વયે સૂચનો - વાંધાઓ મંગાવતી પ્રસિદ્ધ થયેલ નોટિસ.
અમો નીચે સહી કરનારાઓ, આથી સ્કીમ મોડિફિકેશન વિરુદ્ધ નીચે મુજબ વાંધાઓ રજુ કરીયે છીએ:-
1. અમો બધા શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ , સોનગઢ ના બેનિફિશિયરી, મુમુક્ષુ છીએ અને પૂજ્ય ગુરૂદેવશ્રી અને પૂજ્ય બહેનશ્રી ચંપાબેન ના અનુયાયી છીએ.
2. રાજેશભાઈ ઝવેરી, નવીનભાઈ શાહ અને પંક્જભાઈ ભાયાણી દ્વારા આપ નામદાર સાહેબ સમક્ષ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ , સોનગઢ ની પ્રવર્તમાન સ્કીમ મોડીફાય કરવા સ્કીમ સુધારા અરજી નં .03/2021 દાખલ કરેલી અને તેઓએ સ્કીમ સુધારા માંગેલ અને સૂચિત સ્કીમ પણ રજુ કરેલી છે .
3. આપ નામદાર સાહેબ દ્વારા તે સ્કીમ સુધારા અન્વયે સૂચનો, વાંધાઓ મંગાવતી તા. 21/02/2022 ના રોજ દૈનિક પત્ર માં નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલી.
4. આથી અમો બધા જણાવીએ છીએ કે, જો સ્કીમ સુધારા અરજી અને સૂચિત સ્કીમ લક્ષ માં લેવામાં આવે તો તેમાં મુખ્ય પાને નીચે મુજબ ના સુધારાઓ ની માંગણી કરવામાં આવેલ છે:
1. અરજદાર નં. 1 ) શ્રી રાજેશભાઈ ઝવેરી અને અરજદાર નં. 2 શ્રી નવીનભાઈ શાહ સિવાયના બાકીના રહેતા તમામ 4 ટ્રસ્ટીઓ (1)હસમુખભાઈ શાહ (2)જીતેન્દ્રભાઈ શાહ (3)પ્રવીણભાઈ દોશી (4) રાજેન્દ્રભાઈ કામદાર ના ને ટ્રસ્ટી પદે થી કાઢી મુકવા
અને રાજેશભાઈ ઝવેરી અને નવીનભાઈ શાહ ને ટ્રસ્ટી તરીકે ચાલુ રાખવા
2. ટ્રસ્ટના બંધારણ માં ટ્રસ્ટી નીમવા માટે ઇલેકશન પ્રથા નાંખવી
3. ટ્રસ્ટ માં કોઈ પણ વ્યક્તિ 75 વર્ષ પછી ટ્રસ્ટી તરીકે સેવા ના આપી શકે
5. આથી અમો જણાવીએ છીએ કે , રાજેશભાઈ ઝવેરી અને નવીનભાઈ શાહ પોતે આ સ્કીમ સુધારા અરજી લાવેલ અને તેના અંતર્ગત પોતે બન્ને સિવાય ના બાકીને બધા ટ્રસ્ટીઓને કાઢી મુકવા ઇચ્છતા હોય તેથી જ માલુમ પડે છે કે આ સ્કીમ સુધારા અરજી શુદ્ધ બુદ્ધિ વગર , મેલિન ઈરાદાઓ પાર પાડવા અને બદઇરાદા પાર પાડવા દાખલ કરેલી છે. આ સૂચિત સ્કીમ ગેરબંધારણીય , ગેર કાયદેસર, કાયદા માં ન ટકવા પાત્ર તેવી પ્રકાર ની રદ્દ થવા ને પાત્ર છે.
6. ખરી હકીકતે જો સૂચિત સ્કીમને લક્ષ માં લેવામાં આવે તો તેવું સ્પષ્ટ થાયે છે કે માત્ર પોતે બંને ટ્રસ્ટીઓ સિવાય અન્ય ટ્રસ્ટીઓ ને કાયદાની પ્રક્રિયા મુજબ દૂર કરવાની અનુસરવાની બદલે સ્કીમ ના નામે દૂર કરવાનો એક ગેર કાયદેસર પ્રયત્ન છે.
7. ખરી હકીકતે સ્કીમ સુધારા કરવાનું કોઈ કારણ જ ઉત્પન્ન થયેલ નથી અને માત્ર ને માત્ર પવિત્ર સંસ્થાને વેર વિખેર કરી નાખવા એક પાપી પ્રયત્ન છે.
8. જો સંસ્થામાં સૂચિત સ્કીમ ની માંગણી મુજબ ' ઇલેકશન ' પ્રથા ટ્રસ્ટી નીમવા માટે દાખલ કરવામાં આવે ટ્રસ્ટ ના મૂળ ઉદ્દેશો વેર વિખેર થયી જાયે અને ઝગડા નું મોટું કારણ બની જાયે તેમ છે. તેમજ આ ટ્રસ્ટ એક ધાર્મિક ટ્રસ્ટ છે,જેને કોઈ એસોસિએશન કે ક્લબ ને જેમ ચલાવી ના શકાય અને તેથી જ ઇલેકશન ની પ્રથા ક્લબ માં ચાલતી હોઈ તે ધાર્મિક ટ્રસ્ટ માં દાખલ ના થઇ શકે. તેમજ ઇલેકશન લાવવાથી એક શક્તિ પ્રદર્શન નું માધ્યમ બને તેમ છે અને મુમુક્ષુઓ ના અનેક "ગ્રુપ" માં ભાગલા પડી જાયે તેમ છે. જ્યાં જ્યાં ઇલેકશન મુકવામાં આવ્યા છે ત્યાં અનેક વાદ વિવાદ થયા જ છે અને થતા પણ રહેશે.
9. અરજદારો ની સ્કીમ ને લક્ષ માં લેવામાં આવે તો જણાય આવે છે કે અરજદારો એ અનેક પુરાવા વગરના આક્ષેપો કરેલા છે અને માત્ર ને માત્ર આક્ષેપો ના આધારે કોઈપણ સ્કીમ બદલી ના શકાય.
10. માત્ર ને માત્ર પુરાવા વગર ના ટ્રસ્ટ ના ' મિસ મૅનેજમેન્ટ ' વાળા આક્ષેપો ટ્રસ્ટ ની સ્કીમ બદલવા માટે નું કારણ ના બની શકે.
11. અરજદાર નં. 2 નવીનભાઈ શાહ દ્વારા સોનગઢ ટ્રસ્ટ ને આપેલ દાન માં જમીનનો રેજિસ્ટર્ડ દસ્તાવેજ સોનગઢ ટ્રસ્ટ ને કરી આપવામાં આવેલ નથી અને હાલ તે જમીન ઉપર બાહુબલી ભગવાન અને ડોમ નો પ્રોજેક્ટ ચાલુ છે જે અરજદાર નં . 2 નવીનભાઈ શાહ નો વ્યવહાર ટ્રસ્ટ સાથે કેવો છે તે સાબિત કરે છે.
12. ખરી હકીકતે હાલ ની સ્કીમ આશરે છેલ્લા 41 વર્ષ થી અમલ માં છે એન્ડ છેલ્લા 41 વર્ષથી ધાર્મિક ટ્રસ્ટના ઉદ્દેશોને અભૂતપૂર્વ રીતે પરિપૂર્ણ કરવામાં આવે છે અને પૂજ્ય ગુરૂદેવશ્રી કાનજીસ્વામી એ સમજાવેલ સિદ્ધાંતો આદર્શો નું ચુસ્ત પણે પાલન કરવામાં આવે છે.
13. ખરી હકીકતે ધાર્મિક ટ્રસ્ટ માં આવા વાદ વિવાદ વધી જાયે તેવી સૂચિત સ્કીમ શોભે નહિ અને ધાર્મિક ટ્રસ્ટના મૂળ ઉદ્દેશોને છિન્ન - ભિન્ન કરી નાખવા માટેની આ એક કવાયત યોજાણી હોઈ તેવું માલૂમ પડે છે.
14. સૂચિત સ્કીમ માં અરજદારો દ્વારા તેવું પણ માંગવામાં આવેલ કે 75 વર્ષથી ઉપર ના કોઈ વ્યક્તિ ટ્રસ્ટ માં ના રહી શકે.ખરી હકીકતે જે વ્યક્તિ ટ્રસ્ટના ઉદ્દેશો ને પાર પાડવામાં સક્ષમ હોય તેવી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરે ટ્રસ્ટમાં હોવા જરૂરી છે . તેમાં ઉમર નો કોઈ બાદ હોતો નથી. ખરેખર, આવી વ્યક્તિ નો અનુભવ ખુબજ ઉપયોગી બને તેમ હોય છે .
15. આ ધાર્મિક ટ્રસ્ટ 1939 થી સ્થાપિત છે પણ ત્યારથી અત્યાર સુધી કોઈએ ઇલેકશન દાખલ કરવા આવી કોઈ અરજી કરેલ નથી અને અમો ત્યાં સુધી કહીયે છીએ કે ઇલેકશન પ્રથા નો વિચાર પણ લાવવો તે મહા પાપ છે.
16. આ સૂચિત સ્કીમ બોગસ છે અને સ્કીમ કાયદા ના શબ્દાર્થ થી વિપરીત અને હૃદય બંદ કરી નાખે તેવી છે અને પૂજ્ય ગુરૂદેવશ્રી કાનજીસ્વામી એ જણાવેલ સિદ્ધાંતો અને મુમુક્ષુ પ્રત્યે સાધર્મિ વાત્સલ્ય ભાવ ની ખંડન કરતી છે. આ સૂચિત સ્કીમ સોનગઢ ટ્રસ્ટ નું નામ હતું - નોહતું કરી નાખે તેવી છે અને બાહુબલી- જંબુદ્વિપ પ્રોજેક્ટ કાયમ માટે ટળી જાય અને કોઈ દિવસ પૂરો ન થાયે અને વાદ - વિવાદ વધે તેવા પ્રકારની છે.
17. આપ નામદાર ને નમ્ર વિનંતી છે કે જલ્દી માં જલ્દી આવી સ્કીમ મોડિફિકેશન ની માંગણી કરતી અરજદારો દ્વારા દાખલ કરેલી બોગસ અરજી ખર્ચ સહીત રદ્દ કરવા અરજ છે.
સહી: -
નામ: -
નકલ રવાના:-
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ,
સોનગઢ ઓફિસ - ગામ : સોનગઢ , તા. શિહોર
જિલ્લો ભાવનગર